Instant Khaman Packet

250.00

Sold By: NutriShop

17 in stock

Compare
SKU: instkhaman Category:

“નિસર્ગ-ઈન્સ્ટન્ટ ખમણ મિક્ષ”

 

રીત- ૧00 ગ્રામ પાણીમાં ૧ નંબરનું પેકેટ ઓગાળવું ત્યારબાદ ચણાનો લોટ મિક્ષ કરી એકરસ ખીરું તૈયાર કરવું (કોઈ ગાંગડી રહેવી ન જોઈએ). હવે ધીમા ગેસ પર તપેલામાં કાંઠલો ડુબે તેટલું પાણી મૂકવું. થાળીમાં તેલ ચોપડીને કાંઠલા પર મૂકી તપેલું ઢાંકી દેવું. એક વાડકીમાં ૨(બે) ચમચી પાણી  લઇ ૨(બે) નંબરનું પેકેટ ઓગાળવું, તેને  ચણાના લોટના ખીરામાં નાંખી બરાબર હલાવીને એકરસ કરવું, ત્યારબાદ તપેલી માં મુકેલ થાળીમાં રેડી, ફરીથી ઢાંકણ ઢાંકી ૮ મિનીટ ફાસ્ટ ગેસ પર રહેવા દેવું. ૮ મિનીટ બાદ ખમણની થાળી બહાર કાઢી લેવી અને થોડા ઠંડા થઇ જાય પછી કાપા પાડી લેવા. સમારેલી કોથમીર ખમણ પર પાથરી દેવી.

વઘારની રીત – કડાઈમાં ૧૦ ગ્રામ તેલ ગરમ કરવા મુકવું. તેમાં ૨ ગ્રામ જેટલી રાઈ નાંખી ફૂટવા દેવી પછી હિંગ નાંખી લીલા સમારેલા મરચા નાખી દેવા ને તરત જ ૧૫૦ ગ્રામ પાણી રેડવું. સ્વાદ મુજબ પાણી માં મીઠું અને  ખાંડ નાંખવા. આ ઉકળેલુ પાણી ચમચાથી બધા ખમણ ઉપર રેડી દેવું.

Submit your review

Your email address will not be published. Required fields are marked *

Reviews

There are no reviews yet.

Shop By Department