તંદુરસ્તીના નિયમો

તંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો :-

. તંદુરસ્ત માણસે સૂર્યોદય પહેલા ૯૬ મીનીટે ઉઠવું.

   (એટલે લગભગ સવારે ૪:૩૦ થી ૫:૦૦ ની વચ્ચે)

. ખુલ્લી હવામાં ૩૦ મિનિટ ચાલવા જવું.

. પેટ સાફ કાર્ય પછી કરંજ, ખેર, લીમડો, વડ, સાદડ, બાવળ, બોરસલી વગેરે                                                   ઝાડનું દાતણ કરવું.

. તંદુરસ્ત માણસે પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી જોઈએ.

. સ્નાન કર્યા બાદ નિયમિત એક માળા કરવી. આસન, ધ્યાન, પ્રાણાયામ કરવા. પૂજા કરવી.

. સવારે મોળું દૂધ- ચ્યવનપ્રાસ  લેવા. જરૂર હોય તો જ નાસ્તો કરવો.

૭. બપોરે ૧૨ થી ૨ માં અવશ્ય જમી લેવું. શાંતચિત્તે  ચાવી ચાવીને જમવું. જમ્યાબાદ ૧૦ મિનિટ ડાબે પડખે સુઈ જવું.

૮. સાંજે ૫:૦૦ વાગ્યે ફળ (રોજ જુદા જુદા સફરજન, ચીકુ, દાડમ વગેરે) ખાવા. ફળ કદી રેફ્રીજરેટરમાં   મુકવા નહિ, અને મુકવા જ પડે તેમ હોય તો ઉપયોગમાં લેતા પહેલા ઓછામાં ઓછા બે કલાક પહેલા કાઢી લેવા.)

૯. રાત્રે મોડામાં મોડા ૮:૦૦ વાગે જમી લેવું (૬:૩૦ થી ૮:૦૦) જમ્યા બાદ ૧૦ મિનિટ ચાલવા જવું.

૧૦. ભોજનની શરૂઆતમાં જ મીઠી લેવી (જો ખાવી હોય તો) ભોજનને અંતે કદી (પચવામાં ભારે   હોવાથી) મીઠી ના ખવાય.

૧૧. ભોજન અડધું જમ્યા બાદ ૪-૫ ઘૂંટડા પાણી પીવું ત્યાર બાદ બાકીનું અડધું ભોજન લેવું. બે ભાગ   ભોજન, ૧ ભાગ પાણી અને ૧ ભાગ જેટલું પેટ ખાલી રાખવું.

૧૨.  ભોજન બાદ કદી પાણી ન પીવું.ભોજન બાદ પાતળી મોળી છાશ પીવી.

૧૩. બળબળતા ઉનાળામાં પણ એકલા રેફ્રીજરેટરનું  પાણી ક્યારેય ન પીવું.

૧૪. રાત્રે ૧૦:૦૦ વાગે સુઈ જવું. ઉજાગરા કરવા નહિ.

૧૫. બહુ ગરમ પાણી માથે ન રેડવું તેનાથી વાળ અને આંખને નુકશાન થાય છે.

૧૬. વ્યાસન ન કરવું.

૧૭. કીડી, મચ્છર, માખી, પશુ, પક્ષીમનુષ્ય વગેરેને હંમેશા પોતાના સમાન ગણવા – ક્યારેય મારવા નહિ.

૧૮. બજારુ ખોરાક શક્ય હોય ત્યાં સુધી ન ખાવો.

૧૯. ઠંડા પીણા – પેપ્સી, કોલા, કોક વગેરે ક્યારેય ન પીવા.

૨૦. “કોઈ ચિંતા નહિ” સૂત્ર જીવનમાં અપનાવવું.

Comments are closed.